Vegetable Green Soup - વેજિટેબલ ગ્રીન સૂપ



Rating: 
Recipe - વાનગી
Vegetable Green Soup - વેજિટેબલ ગ્રીન સૂપ

Ingredients - સામગ્રી
  • 50 ગ્રામ પાલકની ભાજી
  • 50 ગ્રામ તાંદળજાની ભાજી
  • 50 ગ્રામ કોબીજ
  • 50 ગ્રામ કોબીફ્લાવરનાં ફૂલ
  • 2 બટાકા,
  • 2 ડુંગળી
  • 50 ગ્રામ ફણસી
  • 100 ગ્રામ લીલા વટાણા
  • 1 ટેબલસ્પૂન માખણ
  • 1 ટીસ્પૂન મેંદો
  • 1 કપ દૂધ
  • 1 કપ ક્રીમ
  • 1 નાની ઝૂડી લીલા ધાણા
  • મીઠું, મરીનો ભૂકો - પ્રમાણસર
Method - રીત
પાલકની ભાજી અને તાંદળજાની ભાજીને બારીક સમારી, બરાબર ધોઈ, નિતારી લેવી. કોબીજ, ફ્લાવરનાં ફૂલ, બટાકા, ડુંગળી, ફણસીના રેસા કાઢી, બારીક સમારાં. લીલા વટાણા અાખા રાખવા. એક તપેલીમાં પાણી મૂકી, ઉકળે એટલે શાક અંદર નાંખવું. બફાય એટલે થોડા વટાણા, ફણસીના કટકા અને ફ્લાવરનાં ફૂલ અલગ કાઢી, બીજું બધું શાક ઠંડું પડે એટલે લિક્વિડાઈઝરમાં નાંખી, એકસર કરી, ગાળી લેવું.

એક વાસણમાં માખણ નાંખી, ગરમ થાય એટલે તેમાં મેંદો નાંખી શેકવો. પછી તેમાં દૂધ નાંખવું. ધીમે ધીમે શાકનું પાણી નાંખવું. ઉકળે અને ઘટ્ટ થાય એટલે તેમાં મીઠું, મરીનો ભૂકો, અલગ રાખેલા લીલા વટાણા, ફણસીના કટકા અને ફ્લાવરનાં ફૂલ નાંખી, ઉતારી લેવું. ગરમ સૂપમાં 1 ચમચી ક્રીમ નાંખી સૂપ પીરસવો.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo