Method - રીત
બટાકાને બાફી, છોલી, કોરા કરી, વાટી લેવા. ફ્લાવર, ફણસી અન ગાજરનો વચ્ચેનો સફેદ ભાગ કાઢી, બારીક સમારી, વરાળથી બાફી લેવાં. વટામાને વરાળથી બાફવા. બધું શાક ચાળણીમાં કાઢી, બરાબર કોરું થવા દેવું. પછી તેમાં બટાકાનો છૂંદો, મીઠું, ખાંડ, અામચૂર, વાટેલા અાદું-મરચાં, તલ, કોપરાનું ખમણ અને લીલા ધાણાને સમારી, ધોઈ, તદ્દન કોરા કરી નાંખવાં. બધું ભેગું કરી, તેમાંથી પાન અાકારની અથવા લંબગોળ અાકારની કટલેસ બનાવવી. મેંદાના લોટમાં મીઠું નાંખી, તેનું પાતળું ખીરું બનાવી, તેમાં કટલેસ બોળી, બ્રેડક્રમ્સમાં રગદોળી, તવા ઉપર વધારે તેલ મૂકી ધીમા તાપે તળી લેવી.
સજાવટ – કોપરાના ખમણને લાલ, ગુલાબી અને લીલા ખાવાના રંગમાં રંગી સૂકવવું. એક ડિશમાં કટલેસને પાંદડી અાકારે ગોઠવી ફૂલ જેવો અાકાર કરવો. ફૂલના ઉપરના ભાગમાં ગુલાબી ખમણ છાંટી વચ્ચે લાલ શેડ કરવો. કટલેસની અાજુબાજુ ડિશમાં લીલું ખમણ પાથરવું. વચ્ચે બાફેલા વટાણા છૂટા ગોઠવવા. ડિશની કિનાર ઉપર ટામેટાં, કાકડી અને બાફેલા બટાકાનાં પૈતાં ગોઠવવાં. બટાકાના સફેદ પૈતા ઉપર વચ્ચે લાલ ટપકું કરવું.