Italian Salad - ઈટાલિયન સલાડ



Rating: 
Recipe - વાનગી
Italian Salad - ઈટાલિયન સલાડ

Ingredients - સામગ્રી
  • 1 નાની કોબીજ
  • 1 કપ લેટ્યૂસનાં કુમળાં પાન (કાપેલાં)
  • 2 કાકડી, 2 કેપ્સીકમ
  • 2 ગાજર
  • 2 મૂળા (બની શકે તો લાલ)
  • 2 લીલી ડુંગળી, 3 ટામેટાં
  • 1/4 કપ ઈટાલિયન ડ્રેસિંગ
  • 1/2 કપ ચીઝ (ખમણેલું)
  • 1 કપ સેલરીની ભાજી (સમારેલી)
  • મીઠં, મરીનો પાઉડર, કાજુના કટકા
Method - રીત
કોબીજને બારીક મારી લેટ્યૂસનાં પાનના કટકાને બરફના ઠંડા પાણીમાં 2 કલાક પલાળી રાખવાં, જેથી કડક થાય, પછી પાણી નિતારી લેવું. કાકડી, ગાજર, મૂળા, લીલી ડુંગળી અને કેપ્સીકમ (બિયાં કાઢી) દરેક એક લઈ તેની લાંબી ચીરીઓ કરવી. 2 ટામેટાં, 1 ગાજર અને 1 કાકડીનાં ગોળ પતીકાં કરવા. 1 કેપ્સીકમ અને 1 ડુંગળીની રિંગ કાપવી. એક પ્લેટમાં કોબીજનાં પાન ગોઠવી, તેના ઉપર બધાં શાકની ચીરીઓ મૂકવી. તેના ઉપર મીઠું અને મરીનો પાઉડર છાંટવો. તેના ઉપર ઈટાલિયન ડ્રેસિંગ છાંટી, ઉપર કાકડી – ટામેટાં – ગાજરનાં પતીકાં, કેપ્સીકમ – લીલી ડુંગળીની રિંગ અને કાજુના કટકાથી સજાવટ કરવી. ફ્રિજમાં મૂકી ઠંડું કરવું.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Lo Carb Macroni Salad - લો કાર્બ મેક્રોની સલાડ
- મેક્રોનીને બાફી લો અને ઠંડા પાણીમાંથી નિતારી લો. - શાકભાજી અને ઈંડાને...
Rosted Vegitable Salad - રોસ્ટેડ વેજીટેબલ સલાડ
- ઓવનને 375 ડીગ્રી પર પહેલાથી ગરમ કરીને રાખો. - એક મોટી બેકિંગ પેન લઈને તેમાં...



 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo