Vegetable Salad - વેજિટેબલ સલાડ



Rating: 
Recipe - વાનગી
Vegetable Salad - વેજિટેબલ સલાડ

Ingredients - સામગ્રી
  • 100 ગ્રામ લીલા વટાણા
  • 100 ગ્રામ ફ્લાવરના ફૂલ
  • 100 ગ્રામ ગાજર
  • 2 બટાકા, 2 કેપ્સીકમ
  • 2 લીલાં મરચાં, 1/2 ઝૂડી લીલા ધાણા
  • 1 કપ દહીંનો મસ્કો (પાણી કાઢેલું દહીં)
  • 1/2 કપ ક્રીમ
  • મીઠું, ખાંડ, મરીનો ભૂકો
Method - રીત
દહીંમાં મીઠું, ખાંડ, મરીનો ભૂકો, લીલા મરચાનાં બારીક કટકા, અને ક્રીમ નાંખી, બરાબર મિક્સ કરી ડ્રેસિંગ બનાવવું.

રીત – લીલા વટાણાને બાફી ઠંડા પાણીમાં નાંખી તાજા કરવા, ગાજરને છોલી બારીક કટકી, કેપ્સીકમના બી કાઢી, લાંબી ચીરી, ફ્લાવરના ફૂલના કટકા અને બટાકાને બાફીને કટકા કરવા.

એક બાઉલમાં બધું વેજિટેબલ ભરી, ડ્રેસિંગ નાંખી, હલાવી, ફ્રિજમાં મૂકી ઠુંડુ કરવું. પછી લીલા ધાણાથી સજાવટ કરવી.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Lo Carb Macroni Salad - લો કાર્બ મેક્રોની સલાડ
- મેક્રોનીને બાફી લો અને ઠંડા પાણીમાંથી નિતારી લો. - શાકભાજી અને ઈંડાને...
Rosted Vegitable Salad - રોસ્ટેડ વેજીટેબલ સલાડ
- ઓવનને 375 ડીગ્રી પર પહેલાથી ગરમ કરીને રાખો. - એક મોટી બેકિંગ પેન લઈને તેમાં...



 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo