Method - રીત
સફરજનને છોલી, કટકા કરી, ઉપર લીંબુનો રસ છાંટવો. કાકડીને છોલી, પતીકાં કરવાં. ક્રીમ અને મેયોનીઝ મિક્સ કરી, તેમાં સફરજનના કટકા, સેલરી, મીઠું, મરીનો ભૂકો નાંખી, હલવાવું. એક ડિશમાં સલાડનાં પાન મૂકી, સલાડ ભરવું. ઉપર કેપ્સીકમની રિંગ, કાકડીનાં પતીકાં અને ચેરીથી સજાવટ કરી, ફ્રિજમાં ઠંડું કરવું.