Method - રીત
વટાણા અને બારીક સમારેલી ફણસીને પાણીમાં થોડો સોડા નાંખી સાધારણ બાફવાં. ચાળળીમાં કાઢી, પાણી નિતારી લેવું. બટાકાને બાફી, છોલી, બારીક કટકી કરવી. ગાજરને છોલી અંદરનો સફેદ લીલો ભાગ કાઢી ઝીણા કટકા કરવા. બધું ભેગું કરી, મીઠું મરીનો પાઉડર અને દળેલી ખાંડ નાંખી, હલાવી તૈયાર કરવું. મેયોનીઝ અને ક્રીમ મિક્સ કરી તેમાં શાક નાંખી, સલાડ બાઉલમાં ભરવું. તેના ઉપર પાઈનેપલ અને સફરજનની સ્લાઈસથી સજાવટ કરી ફ્રિજમાં મૂકી, ઠંડું કરવું.