Chiku Matka Kulfi - ચીકુની મટકા કુલપી



Rating: 
Recipe - વાનગી
Chiku Matka Kulfi - ચીકુની મટકા કુલપી

Ingredients - સામગ્રી
  • 1 લિટર દૂધ
  • 100 ગ્રામ માવો
  • 1/2 ડઝન ચીકુ
  • 1/2 ટીન મિલ્કમેડ
  • 2 ટેબલસ્પૂન ખાંડ
  • 1 ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી
  • 1 ટેબલસ્પૂન પિસ્તાની કતરી
  • 1 ટેબલસ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર
  • વેનિલા એસેન્સ
Method - રીત
ચીકુનો ધોઈ, છોલી, માવો બનાવવો. એક વાસણમાં દૂધ અને મિલ્કમેડ ભેગા કરી ગરમ કરવું. ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ નાખવી. થોડીવાર પછી ઉતારી લેવું. ઠંડું પડે એટલે માવો, ચીકુનો માવો અને ડ્રિંકિંગ ચોકલેટ નાખી, મિક્સરમાં એકરસ કરવું. પછી તેમાં બદામ-પિસ્તાની કતરી અને એસેન્સ નાખી બરાબર હલાવી, નાની મટકી (કુલડી)ને ધોઈ તેમાં ભરી, લાલ એલ્યુમિનિયમના ફોઈલથી કવર કરી, રબર બેન્ડ લગાડી દેવું. પછી ડીપ ફ્રિઝરમાં કુલફી સેટ થવા મૂકવી. બરાબર ઠરી જાય એટલે કાઢી કટકા કરવા.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo