Matka Kulfi - મટકા કુલફી



Rating: 
Recipe - વાનગી
Matka Kulfi - મટકા કુલફી

Ingredients - સામગ્રી
  • 1 લિટર દૂધ
  • 1 ટીન મિલ્કમેડ
  • 1 ટેબલસ્પૂન ખાંડ
  • 1 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાઉડર
  • 1 ટેબલસ્પૂન છોલેલી બદામની કાતરી
  • 1/2 ટીસ્પૂન એલચીનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન કેસરની ભૂકી
Method - રીત
દૂધને ઉકળવા મૂકવું. ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી અંદર નાખવો. ઘટ્ટ થાય એટલે ખાંડ અને કેસરની ભૂકી (દૂધમાં ઘોળીને) નાખવી. બરાબર જાડું થાય એટલે ઉતારી લેવું. દૂધ ઠંડું પડતે એટલે મિલ્કમેડ નાંખી, મિક્સરમાં એકરસ કરવું. પછી તેમાં બદામ-પિસ્તાની કાતરી, એલચીનો ભૂકો નાખવો. બરાબર હલાવી નાની નાની મટકી (કુલડી)ને પાણીથી ધોઈ તેમાં ભરી, લાલ એલ્યુમિનિયમના ફોઈલથી કવર કરી, રબર બેન્ડ લગાડી દેવું. પછી ડીપ ફ્રિઝરમાં કુલફી સેટ થવા મૂકવી. બરાબર ઠરી જાય એટલે કાઢી કટકા કરવા.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo