Orange Kulfi - ઓરેન્જ કુલફી



Rating: 
Recipe - વાનગી
Orange Kulfi - ઓરેન્જ કુલફી

Ingredients - સામગ્રી
  • 1 લિટર દૂધ
  • 1/4 ટીન કન્ડેન્સ્ડ મિલ્ક
  • 2 ટેબલસ્પૂન ખાંડ
  • 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર
  • 1 ટેબલસ્પૂન ચારોળીનો ભૂકો
  • 1 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
  • 1 કપ ક્રીમ, 2 સંતરાં (મીઠાં)
  • ઓરેન્જ એસેન્સ, ઓરેન્જ કલર
Method - રીત
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી ઉકળતા દૂધમાં નાંખવો. ખાં નાંખી દૂધ જાડું થાય એટલે ઉતારી લેવું. દૂધ ઠંડું પડે એટલે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, ક્રીમ, ચારોળીનો ભૂકો, કાજુનો ભૂકો, ઓરેન્જ કલર અને ઓરેન્જ એસેન્સ નાંખી, મિક્સરમાં હલાવી એકરસ કરવું. પછી સંતરાનો ગલ (બરાબર કણી છૂટી પાડી) નાંખી, કુલફીના મોલ્ડમાં ભરી, ફ્રિઝરમાં મૂકવું. કુલફી સેટ થઈ જાય એઠલે કાઢી લેવી.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo