Method - રીત
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં ખાંડ, કોર્નફ્લોર અને કન્ડેન્સ્ડ મિલ્ક નાંખી પેસ્ટ બનાવી ઉકળતા દૂધમાં નાંખવી. દૂધ જાડું થાય એઠલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે માવો, છોલેલી બદામની ભૂકો, પિસ્તાનો ભૂકો, ચારોળીનો ભૂકો, એલચીનો ભૂકો, 1 ટેબલસ્પૂન કાજુનો ભૂકો અને એસેન્સ નાંખી મિક્સરમાં ચર્ન કરવું. પછી કુલ્ફીના મોલ્ડમાં ભરી, રેફ્રિજરેટરના ફ્રિઝરમાં સેટ થવા મૂકવું. બરાબર સેટ થઈ જાય એટલે મોલ્ડમાંથી કુલ્ફી કાઢી, કાજુના ભૂકામાં રગદોળી આપવી.