Vanila Ice-cream with Chocolate Sauce - વેનીલા આઈસક્રીમ વીથ ચોકલેટ સોસ



Rating: 
Recipe - વાનગી
Vanila Ice-cream with Chocolate Sauce - વેનીલા આઈસક્રીમ વીથ ચોકલેટ સોસ

Ingredients - સામગ્રી
  • 1 લિટર દૂધ
  • 12 ટેબલસ્પૂન ખાંડ
  • 1-2 ટીસ્પૂન જી.એમ.એસ. પાઉડર
  • 1-2 ટીસ્પૂન સી.એમ.સી. પાઉડર
  • 2 ટીસ્પૂન કોર્નફ્લોર
  • 200 ગ્રામ ક્રીમ
  • 8 થી 10 કાજુ
  • પીન્ક લિક્વિડ કલર, વેનીલા એસેન્સ
Method - રીત
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં જી.એમ.એસ. પાઉડર સી.એમ.સી. પાઉડર અને કોર્નફ્લોર મિક્સ કરી, ઉકળતા દૂધમાં નાંખવું. પછી ખાંડ નાંખી, દૂધ જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે ક્રીમ, ગુલાબી કલર અને વેનિલા એસેન્સ નાખી, મિક્સરમાં એકરસ કરી, એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરમાં મૂકવું જામી જાય એટલે ફરી મિક્સરમાં ચર્ન કરવું. જેથી બરફની કણી ભાંગી જાય. ફરી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી કાજુના કટકાથી સજાવટ કરી ફ્રિઝરમાં સેટ થવા આઈસક્રીમ મૂકવો. બરાબર જામી જાય એટલે કાઢી, સ્લાઈસ કાપી, ઉપર ચોકલેટ સોસ રેડી પીરસવો.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo