Drimland Sande - ડ્રીમલેન્ટ સન્ડે



Rating: 
Recipe - વાનગી
Drimland Sande - ડ્રીમલેન્ટ સન્ડે

Ingredients - સામગ્રી
  • 1 લિટર દૂધ
  • 150 ગ્રામ ખાંડ (અાશરે)
  • 250 ગ્રામ ક્રીમ
  • 7 અંજીર
  • 1 ટેબલસ્પૂન મિલ્ક પાઉડર
  • વેનિલા એસેન્સ, બદામ, પિસ્તાં
Method - રીત
એક વાસણમાં દૂધમાં ખાંડ અને અંજીરના ઝીણા કટકા નાંખી ઉકળવા મૂકવું. અંજીરના કટકા નરમ થાય અને દૂધ જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું થાય એટલે તેમાં મિલ્ક પાઉડર, ક્રીમ અને એસેન્સ નાખી મિક્સરમાં બીટ કરી લેવું. પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી રેફ્રિજરેટરમાં સેટ થવા મૂકવો. જામી જાય એટલે કાઢી ફરી મિક્સરમાં એકરસ કરવું. જેથી બરફની કણી ભાંગી જાય, પછી ડબ્બામાં ભરી ઉપર છોલેલી બદામ-પિસ્તાંની કતરીથી સજાવટ કરી ફરી ફ્રીઝરમાં મૂકવો. બરાબર જામી જાય એટલે કાઢી લેવો.

નોંધ – અાવી રીતે ખજૂરનો અાઈસક્રીમ બનાવી શકાય.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo