Pineapple Ice-cream - પાઈનેપલ આઈસક્રીમ



Rating: 
Recipe - વાનગી
Pineapple Ice-cream - પાઈનેપલ આઈસક્રીમ

Ingredients - સામગ્રી
  • 500 મિ.લિ. દૂધ
  • 6 ટેબલસ્પૂન ખાંડ
  • 1 ટેબલસ્પન મિલ્ક પાઉડર (વધારે ફેટવાળો)
  • 1 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાઉડર –
  • પાઈનેપલ ફ્લેવરનો
  • 4 સ્લાઈસ પાઈનેપલ
  • 200 ગ્રા ક્રીમ
  • 10 કાજુ, 8 બદામ
  • 4 ટીપાં યલો કલર, પાઈનેપલ એસેન્સ
Method - રીત
દૂધમાં ખાંડ, મિલ્ક પાઉડર અને કસ્ટર્ડ પાઉડર નાંખી ઉકાળવું. જાડું થાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે તેમાં બે પાઈનેપલની સ્લાઈસના કટકા, ક્રીમ, યલો કલર અને એસેન્સ નાંખી મિક્સરમાં બીટ કરવું. પછી એલ્યુમિનિયના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરમાં મૂકવું. ઢાંકણ ફિટ રાખવું. સેટ થાય એટલે ફરી મિક્સરમાં બીટ કરવું. પછી તેમાં પાઈનેપલની એક સ્લાઈસના કટકા નાખી હલાવી ડબ્બામાં મિશ્રણ ભરવું. તેના ઉપર એક પાઈનેપલ સ્લાઈસના કટકા, છોલેલી બદામની કાતરી અને કાજુની કાતરીથી સજાવટ કરી, ફ્રિઝરમાં આઈસક્રીમ જમાવવા મૂકવો. બરાબર ઠરી જાય એટલે કાઢી લેવો.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo