Custard Apple Ice-cream - કસ્ટર્ડ એપલ આઈસક્રીમ



Rating: 
Recipe - વાનગી
Custard Apple Ice-cream - કસ્ટર્ડ એપલ આઈસક્રીમ

Ingredients - સામગ્રી
  • 3 મોટાં સીતાફળ
  • 500 ગ્રામ દૂધ
  • 1 ટેબલસ્પૂન મિલ્ક પાઉડર
  • 1 ટીસ્પૂન કોર્નફ્લોર
  • 1 ટિન કન્ડેન્સ્ડ મિલ્ક
  • 2 ટેબલસ્પૂન કાજુના કટકા
  • 2 ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી
  • વેનિલા એસેન્સ
Method - રીત
સીતાફળનાં બી કાઢી મિક્સરમાં બીટ કરી, માવો બનાવવો. દૂધમાં મિલ્ક પાઉડર અને કોર્નફ્લોર નાંખી, દૂધ ઉકળવા મૂકવું. જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, સીતાફળનો માવો અને એસેન્સ નાંખી, મિક્સરમાં બીટ કરવું. પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરમાં મૂકવું. જામી જાય એટલે મિક્સરમાં બીટ કરી ફરી ડબ્બામાં ભરી, ઉપર બદામ-કાજુની કતરી ભભરાવી, ફ્રીજમાં મૂકવો. બરાબર જામી જાય એટલે કઢી, ઉપયોગ કરવો.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo