Kesar Pista Icecream - કેસર-પિસ્તા આઈસક્રીમ



Rating: 
Recipe - વાનગી
Kesar Pista Icecream - કેસર-પિસ્તા આઈસક્રીમ

Ingredients - સામગ્રી
  • 1 લિટર દૂધ
  • 250 ગ્રામ ખાંડ
  • 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર
  • 1/2 ટીસ્પૂન જી.એમ.એસ. પાઉડર
  • 1/2 ટીસ્પૂન સી.એમ.સી. પાઉડર
  • 1/2 ટીસ્પૂન (નાનો કટકો) ચાયનો ગ્રાસ
  • 200 ગ્રામ તાજું ક્રીમ
  • 25 ગ્રામ પિસ્તાની કતરી
  • 1/2 ટીસ્પૂન કેસરની ભૂકી
  • 4 ટીપાં કેસરનો એસેન્સ
Method - રીત
દૂધમાં ખાંડ, જી.એમ.એસ. પાઉડર, સી.એમ.સી. પાઉડર, કોર્નફ્લોર અને કેસરની ભૂકી નાખી, ગેસ ઉપર મૂકવું. દૂધ જાડું થાય એટલે ઉતારી તરત જ ચાયના ગ્રાસ નાખવું. ઠંડું પડે એઠલે ક્રીમ એલચીનો ભૂકો અને એસેન્સ નાખી મિક્સરમાં એકરસ કરી, તેમાં પિસ્તાની કતરી (થોડી અલગ કાઢી) નાખી, એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, ફ્રિજમાં મૂકવું. અાઈસક્રીમ જામે એટલે કાઢી ફરી મિક્સરમાં બીટ કરવા જેથી બરફીની કણી ભાગી જાય. પછી ડબ્બીમાં ભરી, ઉપર પિસ્તાની કતરી ભભરાવી ફરી ફ્રીજમાં મૂકવો. બરાબર જામી જાય એટલે કાઢી લેવો.

નોંધ – જી.એમ.એસ. પાઉડર, સી.એમ.સી. પાઉર અને ચાયના ગ્રાસ નાખવાથી અાઈસક્રીમ ક્રીમી અને ચીકણો થાય છે. બન્ને પાઉડર કેમિસ્ટની દુકાને મળે છે. જી.એમ.એસ. એટલે ગ્લિસરો મોના સ્ટેરાઈટ જે બાઈડિંગ એજન્ટ છે. સી.એમ.સી. એટલે કાર્બોક્સી મિથાઈલ સેલ્યુલોઝ જે સ્મુધિંગ એજન્ટ છે.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo