Method - રીત
પાલકની ભાજી, મેથીની ભાજી અને લીલા ધાણાને બારીક સમારી, ધોઈ, કોરા કરવા. બધું ભેગું કરી, મીઠું, ગરમ મસાલો, વાટેલા અાદું-મરચાં અને કોર્નફ્લોર નાંખી, બરાબર મિક્સ કરી, તેની ટીકિયાં બનાવવી. પછી તેને દાબી કોર્નફ્લોરમાં રગદોળી તેલમાં કબાબ તળી લેવા. ગ્રીન કબાબ સાથે રેડ ચટણી પીરસવી.