Method - રીત
દૂધીને છોલીને છીણવી. છીણને નિચોવી, પાણી કાઢી તેમાં ચણાનો લોટ, કોર્નફ્લોર, મીઠું, હળદર, ખાંડ, વાટેલાં અાદું-મરચાં, લીલા ધાણા, તલ ગરમ મસાલો અને તેલનું મોણ નાંખી, બરાબર મસળી, તેના કોફ્તા બનાવી, તેલ અથવા ઘીમાં તલી લેવા.
એક વાસણમાં ઘી મૂકી, ગરમ થાય એટલે ડુંગળીનું કચુંબર નાંખી સાંતળવું. બદામી થાય એટલે વાટવાનો મસાલો સાંતળવો. ઘી ઉપર અાવે એટલે ટામેટાંના રસ (બાફી, સૂપના સંચાથી ગાળી) નાંખવો. ટામેટાંનું પાણી બળે એટલે દહીં નાંખવું. થોડી વાર પછી જરુર પૂરતું ગરમ પાણી નાંખી, કોર્નફ્લોરને થોડા પાણીમાં મિક્સ કરી નાંખવો.તેમાં મીઠું, હળદર, ખાંડ, ગ્રેવી ઘટ્ટ થાય એટલે કોફ્તા નાખી ઉતારી લેવું. લીલા ધાણા, કોપરાનું ખમણ અને કેપ્સીકમની બારીક કતરી નાંખી, સજાવટ કરવી.