Method - રીત
ચોખા અને અડદની દાળને રાત્રે અલગ પાણીમાં પલાળી રાખવાં, સવારે ચોખાને કરકરા વાટવા અને અડદની દાળને ખૂબ ઝીણી વાટી બન્ને ભેગાં કરી, મીઠું નાંખી, 12 કલાક અાથી રાખવું. પછી ઈડલી સ્ટેન્ડમાં ઈડલી બનાવવી.
એક વાસણમાં થોડું તેલ મૂકી, અધકચરા કરેલા તજ-લવિંગનો વઘાર કરી, ડુંગળીનું કચુંબર વઘારવું. પછી તેમાં વટાણા, મીઠું, ખાંડ, અાદું-મરચાંની પેસ્ટ, તલ અને પનીરને છૂટું કરી નાંખવું. બરાબર મિક્સ કરી, ઉતારી લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી પૂરણ તૈયાર કરવું.
ઈડલીના વચ્ચેથી બે ભાગ કરવા. તેના ઉપર લીલી ચટણી લગાડી, પૂરણ પાથરી, તેના ઉપર ઈડલીનો બીજો કટકો મૂકવો. બરાબર દબાવી, સેન્ડવીચ ટોસ્ટરમાં બટર લગાડી ઈડલી મૂકવી. ઉપર થોડું બટર લગાડી ટોસ્ટરમાં ઈડલીની સેન્ડવીચ શેકી, લીલી ચટણી સાથે સર્વ કરવી.