Method - રીત
1 વાડકી ઘઉંના ફાડેને 1 ચમચી તેલમાં બદામી શેકી લેવા. એક ડબ્બામાં તેલ મૂકી, ગરમ થાય એટલે તજ-લવિંગનો વઘાર કરી, ચાર વાડકી પાણી નાખવું. ઉકળે એટલે તેમાં ઘઉંના ફાડા, 100 ગ્રામ સિંગદાણા શેકી, છોલી, ભૂકો, તલ, મીઠું, થોડી ખાંડ, અાદું-મરચાંની પેસ્ટ, થોડી દ્રાક્ષ, કાજુના કટકા અને લીંબુનો રસ નાંખી, હલાવી કૂકરમાં મૂકવું. બે સીટી વાગે એટલે ઉતારી, થાળીમાં ઉપમા કાઢી ઉપર લસણની લીલી ચટણી અને દહીંના મસ્કામાં મીઠું, ખાંડ અને થોડા લીલા ધાણા નાંખી, હલાવી સજાવટ કરવી.