Method - રીત
મગની દાળને પાણીમાં પાંચ-છ કલાક પલાળી રાખવી. પછી વરાળથી બાફી લેવી. તેમાં મીઠું, વાટેલાં અાદું-મરચાં અને બ્રેડની સ્લાઈસને પાણીમાં પલાળી, નિચોવી, અંદર નાંખી મસળીને કણક તૈયાર કરવી.
ફણગાવેલા મગને વરાળથી બાફી લેવા. એક તપેલીમાં થોડું તેલ મૂકી, તેમાં હિંગ નાંખી, વરોડાં વઘારવાં. તેમાં મીઠું, ચપટી ખાંડ, બે લીલાં મરચાંના કટકા, તલ અને ગરમ મસાલો નાંખી ઉતારી લેવું. પછી કોપરાનું ખમણ અને લીલા ધાણા ઝીણા સમારી, ધોઈ, કોરા કરી નાંખવા.
મગનીદાળની કણકમાંથી મોટો લૂઓ લઈ, વાડકી અાકાર કરી, તેમાં પૂરણ ભરી, વડાં બનાવી, પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે વડાં તળી લેવાં. દહીંને વલોવી, મીઠું અને ખાંડ નાંખી તૈયાર કરવું.
એક ડિશમાં વડાં ગોઠવી, અાડાં-ઉભાં કાપી, ઉપર 1 ચમચો દહીં, 1 ચમચી ગોળ-અાંબલીની ચટણી નાંખવી. ઉપર લાલ મરચાંની ભૂકી છાંટવી.