Method - રીત
મોરિયાનો લોટ, શિંગોડાનો લોટ, રાજગરાનો લોટ ભેગો કરી, તેમાં દહીં નાંખી, ખીરું બનાવી, 6-7 કલાક અાથી રાખવું. પછી તેમાં મીઠું અને વાટેલા અાદું-મરચાં નાંખી, હલાવી, નાની થાળીને તેલ લગાડી, પાતળું ખીરું પાથરવું.
ઢોકળાના સંચામાં વરાળથી તેનાં ઢોકળાં ઉતારવા. પાતળા પડની અાવી રીતે ત્રણ થાળીઓ બનાવવી.
બટાકા શક્કરિયાંને બાફી, માવો કરવો. એક વાસણમાં થોડું તેલ મૂકી, તજ-લવિંગનો વઘાર કરી બટાકા-શક્કરિયાનો માવો વઘારવો. તેમાં મીઠું, મરચું, ખાંડ, સિંગદાણાનો ભૂકો નાંખી, ઉતારી લીંબુનો રસ નાંખવો.
એક તપેલીમાં તેલ લગાડી, તેમા ઢોકળાની અાખી થાળી ઉખાડી અંદર મૂકવી. તેના ઉપર ચટણી લગાડવી, તેના ઉપર બટાકા-શક્કરિયાનો માવો મૂકવો. તેના ઉપર લીલો મસાલો પાથરવો. ફરી ઢોકળાની અાખી થાળી મૂકી, ઉપર ચટણી લગાડી, બટાકા-શક્કરિયાનો માવો મૂકી, લીલો મસાલો ભભરાવી ઢોકળાની ત્રીજી થાળી મૂકવી. થોડા તેલમાં જીરું, મરચાંના થોડા કટકા અને તલ નાંખી, વઘાર કરી, ફરતો રેડી દેવો. ઓવનમાં 300 ફે. ઉષ્ણતામાને 10-15 મીનીટ બેક કરવું. દહીંની ચટણી સાથે કેકના કટકા કરી પીરસવા.