Method - રીત
મોરીયાને વીણી, પાણીમાં તારવી લેવો. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં જીરું અને તજ-લવિંગનો વઘાર કરી, બટાકાને છોલી, બારીક કટકી કરી, વઘારવા. થોડી વાર પછી તેમાં મોરિયો, શિંગદાણાને શેકી, છોલી, તેનો મોટો ભૂકો અને મોરિયો છૂટો થાય તેટલું પાણી નાંખવું. તેમાં મીઠું અથવા સિંધવ, વાટેલા અાદું-મરચાં, ખાંડ અને દ્રાક્ષ નાંખી ધીમા તાપ ઉપર મૂકવું. બરાબર બફાય અને ખીલે એટલે ઉતારી લીંબુનો રસ નાંખી હલાવવો. એક બાઉલમાં પુલાવ કાઢી, કાજુના કટકા અને લીલા ધાણાથી સજાવટ કરવી.