Category
Recipes Video
Bulbous Root Khichdi - સૂરણની ખીચડી




Rating: 
Recipe - વાનગી
Bulbous Root Khichdi - સૂરણની ખીચડી

Ingredients - સામગ્રી
  • 1 કિલો સૂરણ
  • 1 ટીસ્પૂન તજ-લવિંગનો ભૂકો
  • 250 ગ્રામ શિંગદાણા
  • 1 ટેબલસ્પૂન તલ
  • 5 લીલાં મરચાં, કટકો અાદું
  • 1 ટેબલસ્પૂન ઘી
  • 1 લીંબુ
  • 100 ગ્રામ લીલા ધાણા
  • મીઠું, ખાંડ, તજ, લવિંગ, તેલ - પ્રમાણસર
Method - રીત
સૂરણને છોલી, છીણી લેવું. છીણને તરત પાણીમાં નાંખવું. નહિતર કાળું પડી જાય. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં તજ-લવિંગનો વઘાર કરી, છીણને નિચોવી, મીઠું અથવા સિંધવ ચોળી અંદર નાંખવું. શિંગદાણાને શેકી, છોડાં કાઢી, તેનો ભૂકો કરી નાંખવો. ખૂજ ધીમા તાપ ઉપર રાખી, ઉપર નાની થાળી ઢાંકી, તેમાં પાણી મૂકવું. જેથી વરાળથી બરાબર બફાય. સૂરણ નવું (અાસો મહિનાનું)ન હોય તો થોડું પાણી છાંટવું. બરાબર બફાય એટલે મરચું, તલ, વાટેલાં અાદું-મરચાં, તજ-લવિંગનો ભૂકો, ખાંડ અને એક ચમચો ઘી નાંખવા. બરાબર મિક્સ થઈ લોચા જેવું થાય એટલે ઉતારી, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા.

નોંધ – સૂરણ નવું ન હોય તો સૂરણની છીણને વરાળથી બાફી પછી ખીચડી બનાવવી.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Banana Pakoda - કેળાં ના પકોડા
કેળાં ને છોલીને છૂંદી નાખવા. તેમાં પકોડા મૂકી શકાય એટલો જ શિંગોડા નો લોટ...
Batata Vada - બટાકા વડા
બટાકા ને બાફીને છીણી નાખવા. તેમાં મીઠું, મરચું, લીંબુ, ખાંડ, તજ-લવિંગનો ભૂકો...
Farali Halwasan - ફરાળી હલવાસન
એક તપેલીમાં દૂધ ઊકળવા મૂકવું. ઊકળે એટલે લીંબુનાં ફૂલ થોડા પાણીમાં મિક્સ...
Farali Nankhatai - ફરાળી નાનખટાઈ
એક થાળીમાં 1/2 કપ ઘી અને 1/2 કપ દળેલી ખાંડ ફીણવું. એક રસ થાય એટલે 1 કપ શિંગોડાના...
Farali Bhajia - ફરાળી ભજિયાં
250 ગ્રામ રાજગરાનો લોટ અને 50 ગ્રામ મોરિયાનો લોટ ભેગો કરી તેમાં મીઠું, મરચું,...
Farali Patra - ફરાળી પાતરા
પ્રથમ પાંદડાની નસો કાઢી, સારી રીતે ધોઈ ને લૂછી નાખવા. શિંગોડા નો લોટ ચાળી...
Groundnut Ladu - શિંગના લાડુ
500 ગ્રામ શિંગદાણાને શેકી, છોડાં કાઢી, સંચાથી ભૂકો કરવો. તેમાં 400 ગ્રામ ખાંડ,...
Kadhi - કઢી
ખાટી છાશ માં શિંગોડા નો અથવા રાજગરાનો લોટ નાખી રવૈયો ફેરવવો. જરૂરી પાણી...
Moraiya Barfi - મોરૈયાની બરફી
મોરૈયાને પાણીમાં એક કલાક પલાળી રાખવો. પછી પાણી નીતારી, કપડા ઉપર પાથરી દેવો....
Moraiyo - મોરૈયો
મોરૈયા ને ધોઈને તારવવો. પછી 2 બટાકા ને છીણી નાખવા. શેકેલી સીંગનાં ફોતરાં...
Panchratna Shiro - પંચરત્ન શીરો
એક વાસણમાં ઘી મૂકી, તેમાં બન્ને લોટ શેકવા. બદામી થાય એટલે દૂધ-ખાંડ નાંખવાં....
Potato Sukhi Bhaji - બટાકા ની સૂકી ભાજી
બટાકાને બાફી છોલીને ટુકડા કરવા. 3 ટે સ્પૂન તેલ મૂકી તેમાં જીરું, તલ, લીલા...
Rajgara ni Puri - રાજગરા ની પુરી
રાજગરા ના લોટમાં મીઠું, 1 ટી સ્પૂન તેલ નાખી એક બટાકું બાફીને છીણીને મેળવવું....
Rose Coconut Firni - રોઝ કોકોનટ ફીરની
એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકવું. ઉકળે એટલે મોરિયાનો લોટ નાંખવો. સાધારણ જાડું...
Sabudana Khichdi - સાબુદાણા ની ખીચડી
સાબુદાણા 2 થી 3 કલાક પલાળી ચાળણી માં નીતારી લેવા. બટાકા ના નાના ટુકડા કરીને...
Sabudana Vada - સાબુદાણા ના વડા
સાબુદાણાને ધોઈને પાણી કાઢી કોરા કરવા. સીંગદાણા શેકી, ફોતરાં કાઢીને અધકચરા...
Sago Patties - સાબુદાણા ની પેટીસ
સાબુદાણા ને 2 થી 3 કલાક પલાળી રાખવા. પછી ચાળણી માં પાણી કાઢી નાખીને એકદમ કોરા...
Shahi Puran Poli - શાહી પૂરણપોળી
એક વાસણમાં ઘી મૂકી, તેમાં એલચીના દાણા નાંખી, શક્કરિયાંનો માવો વઘારવો. પછી...
Singoda na Lot no Shiro - શીંગોડા ના લોટ નો શીરો
એક વાસણ માં ઘી ગરમ મૂકવું. ઘી ગરમ થાય એટલે તેમાં શીંગોડા નો લોટ નાખીને ધીમા...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo