Farali Halwasan - ફરાળી હલવાસન




Rating: 
Recipe - વાનગી
Farali Halwasan - ફરાળી હલવાસન

Ingredients - સામગ્રી
  • 1 લિટર દૂધ
  • 200 ગ્રામ ખાંડ (દળેલી)
  • 1 ટેબલસ્પૂન રાજગરાનો લોટ
  • 1 ટેબલસ્પૂન શિંગોડાનો લોટ
  • 1 ટીસ્પૂન ગુંદરની ભૂકી
  • 3 ટેબલસ્પૂન ઘી
  • 1 ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી
  • 1 ટેબલસ્પૂન ચારોળી
  • 1 ટીસ્પૂન એલચીનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન જાયફળનો ભૂકો
  • ચાંદીના વરખ, લીંબુના ફૂલ
Method - રીત
એક તપેલીમાં દૂધ ઊકળવા મૂકવું. ઊકળે એટલે લીંબુનાં ફૂલ થોડા પાણીમાં મિક્સ કરીને નાંખવાં. દૂધ ફાટી જશે. ઘીને ગરમ કરી, તેમાં રાજગરાનો અને શિંગોડાનો લોટ નાંખી શેકવો. અંદર ગુંદરની ભૂકી નાંખવી. બધું શેકાય એટલે ફાટેલા દૂધમાં નાંખી હલાવ્યા કરવું. પિત્તળના વાસણમાં દળેલી ખાંડ નાંખી, ધીમા તાપે શેકવી. બદામી રંગની થાય એટલે દૂધમાં નાંખવી. બદામની કતરી, ચારોળી, એલચી-જાયફળનો ભૂકો નાંખી ઘટ્ટ ગોળો વળે તેવું થાય એઠલે ઉતારી, જાયફળનો ભૂકો નાંખી, ઘટ્ટ ગોળો વળે તેવું થાય એટલે ઉતારી, ઠંડુ પડે એટલે ગોળ પેંડા જેવા હલવાસન વાળવા. ઉપર ચાંદીના વરખ લગાડવા.

નોંધ – ગોળ હલવાસન વાળવાને બદલે થાળીમાં ઘી લગાડી, હલવાસન ઠારી, ઉપર ચાંદીના વરખ અથવા છોલેલી બદામની કતરી અને ચારોળીથી સજાવટ કરી, કટકા કરી શકાય.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes



Batata Vada - બટાકા વડા
બટાકા ને બાફીને છીણી નાખવા. તેમાં મીઠું, મરચું, લીંબુ, ખાંડ, તજ-લવિંગનો ભૂકો...
Bulbous Root Khichdi - સૂરણની ખીચડી
સૂરણને છોલી, છીણી લેવું. છીણને તરત પાણીમાં નાંખવું. નહિતર કાળું પડી જાય. એક...
Farali Nankhatai - ફરાળી નાનખટાઈ
એક થાળીમાં 1/2 કપ ઘી અને 1/2 કપ દળેલી ખાંડ ફીણવું. એક રસ થાય એટલે 1 કપ શિંગોડાના...
Farali Bhajia - ફરાળી ભજિયાં
250 ગ્રામ રાજગરાનો લોટ અને 50 ગ્રામ મોરિયાનો લોટ ભેગો કરી તેમાં મીઠું, મરચું,...
Groundnut Ladu - શિંગના લાડુ
500 ગ્રામ શિંગદાણાને શેકી, છોડાં કાઢી, સંચાથી ભૂકો કરવો. તેમાં 400 ગ્રામ ખાંડ,...
Moraiya Barfi - મોરૈયાની બરફી
મોરૈયાને પાણીમાં એક કલાક પલાળી રાખવો. પછી પાણી નીતારી, કપડા ઉપર પાથરી દેવો....
Moraiyo - મોરૈયો
મોરૈયા ને ધોઈને તારવવો. પછી 2 બટાકા ને છીણી નાખવા. શેકેલી સીંગનાં ફોતરાં...
Panchratna Shiro - પંચરત્ન શીરો
એક વાસણમાં ઘી મૂકી, તેમાં બન્ને લોટ શેકવા. બદામી થાય એટલે દૂધ-ખાંડ નાંખવાં....
Potato Sukhi Bhaji - બટાકા ની સૂકી ભાજી
બટાકાને બાફી છોલીને ટુકડા કરવા. 3 ટે સ્પૂન તેલ મૂકી તેમાં જીરું, તલ, લીલા...
Rajgara ni Puri - રાજગરા ની પુરી
રાજગરા ના લોટમાં મીઠું, 1 ટી સ્પૂન તેલ નાખી એક બટાકું બાફીને છીણીને મેળવવું....
Rose Coconut Firni - રોઝ કોકોનટ ફીરની
એક તપેલીમાં દૂધ ઉકળવા મૂકવું. ઉકળે એટલે મોરિયાનો લોટ નાંખવો. સાધારણ જાડું...
Sabudana Khichdi - સાબુદાણા ની ખીચડી
સાબુદાણા 2 થી 3 કલાક પલાળી ચાળણી માં નીતારી લેવા. બટાકા ના નાના ટુકડા કરીને...
Sabudana Vada - સાબુદાણા ના વડા
સાબુદાણાને ધોઈને પાણી કાઢી કોરા કરવા. સીંગદાણા શેકી, ફોતરાં કાઢીને અધકચરા...
Shahi Puran Poli - શાહી પૂરણપોળી
એક વાસણમાં ઘી મૂકી, તેમાં એલચીના દાણા નાંખી, શક્કરિયાંનો માવો વઘારવો. પછી...



 
 
Copyright © DesiGujju 2012. All Rights Reserved
company logo