Bundi Doodhpak - બુંદીનો દૂધપાક



Rating: 
Recipe - વાનગી
Bundi Doodhpak - બુંદીનો દૂધપાક

Ingredients - સામગ્રી
  • 2, 1/2 લિટર દૂધ
  • 400 ગ્રામ ખાંડ (સ્વાદાનુસાર)
  • 50 ગ્રામ શિંગોડાનો લોટ
  • 50 ગ્રામ મોરિયાનો લોટ
  • 1 ટેબલસ્પૂન છોલેલી બાદમની કતરી
  • 1 ટેબલસ્પૂન ચારોળી
  • 1/2 ટીસ્પન એલચીનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન જાયફળનો ભૂકો
  • ઘી, કેસર - પ્રમાણસર
Method - રીત
શિંગોડાનો અને મોરિયાનો લોટ ભેગો કરી, તેમાં 1 ચમચી ગરમ ઘી નાંખી, પાણીથી પાતળું ખીરું તૈયાર કરવું. પેણીમાં ઘી નાંખી, ગરમ થાય એટલે તેમાં ઝારા વડે બુંદી પાડવી. બદામી રંગની થાય એટલે કાઢી લેવી.

એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. ઉકળે એટલે ખાંડ, અને કેસરને સાધારણ શેકી, મસળી, દૂધમાં ઘૂંટીને નાખવું. દૂધ ઘટ્ટ થાય એટલે એલચી-જાયફળનો ભૂકો નાંખી ઉતારી લેવું. એક બાઉલમાં દૂધ કાઢી, તેમાં બુંદી, બદામની કતરી અને ચારોળી નાખી, રેફ્રિજરેટરમાં મૂકી, દૂધપાક ઠંડો કરી પીરસવો.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo