Chat - Masala - ચાટ મસાલો



Rating: 
Recipe - વાનગી
Chat - Masala - ચાટ મસાલો

Ingredients - સામગ્રી
  • 50 ગ્રામ ધાણા
  • 25 ગ્રામ જીરું
  • 10 ગ્રામ તજ
  • 10 ગ્રામ કાશ્મીરી મરચાં
  • 5 ગ્રામ લવિંગ
  • 1 ટેબલસ્પૂન સંચળનો પાઉડર
  • 1 ટેબલસ્પૂન મરીનો પાઉડર
  • 2 ટેબલસ્પૂન અનારદાણા
  • 1/2 ટીસ્પૂન હિંગ
Method - રીત
ધાણા, જીરુંને ધીમે તાપે શેકી બારીક પાઉડર બનાવવો. તજ, લવિંગ અને મરચાંને થોડાક તેલમાં શેકી, પાઉડર બનાવવો. અનારદાણાનો પાઉડર કરવો. પછી બધું ભેગું કરી તેમાં સંચળનો પાઉડર, મરીનો પાઉડર અને હિંગ નાંખી, હલાવી ચાટ મસાલો તૈયાર કરવો.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo