Masala Flour - મસાલોનો લોટ



Rating: 
Recipe - વાનગી
Masala Flour - મસાલોનો લોટ

Ingredients - સામગ્રી
  • 250 ગ્રામ ચણાની દાળ
  • 100 ગ્રામ મગની દાળ
  • 50 ગ્રામ તુવેરની દાળ
  • 5 ગ્રામ તજ, 5 ગ્રામ લવિંગ
  • 5 ગ્રામ મસાલાની એલચી
  • 5 ગ્રામ મરી, 5 ગ્રામ વરિયાળી
  • નંગ-5 સૂકાં અાખાં મરચાં
  • 50 ગ્રામ સૂકું કોપરું
  • 25 ગ્રામ તલ
Method - રીત
ચણાની દાળ, મગની દાળ અને તુવેરની દાળને જુદી જુદી શેકી, પછી ભેગી કરી દળાવવી. તજ, લવિંગ, મસાલાની એલચી, મરી, વરિયાળી અને સૂકા અાખાં મરચાંને થોડા તેલમાં સાંતળી, ખાંડી, ચાળી, બધો મસાલો લોટમાં ભેળવી દેવો. કોપરાને છીણી, થોડા તેલમાં સાંતળી, ઠંડું પડે એટલે હાથથી મસળી ભૂકો કરી અંદર નાંખવું. તલને શેકી, અંદર નાંખી, મસાલાનો લોટ તૈયાર કરી કાચની પેક બરણીમાં ભરી રાખવો. કોઈપણ છૂટા શાકમાં લોટ તૈયાર રાખ્યો હોય તો નાંખવો સુગમ પડે છે.



Post a Comment



Please, Register|Login To Post Your Comments.



 
Related Recipes





 
 
Copyright © DesiGujju 2010. All Rights Reserved
company logo