Method - રીત
એક વાડકી સાબુદાણાને સાફ કરી, 6 વાડકી પાણીમાં રાત્રે પલાળી રાખવા. બીજે દિવસે તેમાં મીઠું નાંખી, તાપ ઉપર મૂકવું. સાબુદાણા બફાઈ જાય અને ઘટ્ટ થાય એટલે ઉતારી, તમાં ખાંડેલું જીરું અને થોડા તલ નાંખી, તડકામાં પ્લાસ્ટીકના જાડા છડા ઉપર ચમચાથી પતાસા જેમ મૂકવી. સુકાય એટલે પેક ડબ્બામાં ભરી લેવી. જરૃર હોય ત્યારે તેલમાં તળવી.
નોંધ – સાબુદાણા દળાવી, લોટ કરી, તેની ફરફર બનાવી શકાય.