Method - રીત
એક વાસણમાં પાણી ગરમ મૂકવું. ઉકળે એટલે તેમાં મીઠું, ચપટી સોડા, 1 ચમચી તેલ, અાદું-મરચાંની પેસ્ટ નાંખી, ચોખાનો લોટ નાંખવો. વેલણ ફેરવી, હલાવી, તરત જ ઉતારી થોડીવાર ઢાંકીને રાખું. પછી ઢોકળાના સંચામાં ખીચું બાફી લેવું. બફાય એટલે તેમાંથી થોડું ખીચું લઈ, તેલવાળા હાથે મસળી લૂઅા બનાવવા. તેના સાલેવડા વણી તડકામાં સૂકવવા. સુકાય એટલે ડબ્બામાં ભરી, જરુર વખેત તેલમાં તળવા.