Method - રીત
એક તપેલીમાં પાણી ઉકાળવું, ઊકળે એટલે મીઠું અને 250 ગ્રામ ચણા નાંખવા. ચણા ઉપર તરી આવે એટલે ઝારીથી કાઢી લેવા. પછીથી એક ચમચો તેલ નાંખી, ઢાંકી બે-ત્રણ કલાક રહેવા દેવાં. પછી કપડા ઉપર પાથરી, ટીપીને ચપડા કરવા. બધા ચણા ચપટા થઈ જાય એટલે પેણીમાં તેલ મૂકી, સારું ગરમ થાય એટલે થોડા થોડા ચણા તળી લેવા. તેલ નીતરી જાય એટલે મીઠું, હળદર અને તૈયાર કરેલો મસાલો નાંખવો.