Method - રીત
ગાજરને છોલી, અંદરનો સફેદ ભાગ અને લીલો ભાગ કાઢી, છીણી લેવાં. ગાજરને ચારે બાજુથી ગોળ છીણવાથી એકલો ગાજરનો લાલ ભાગ છિણાશે અને વચ્ચે સફેદ ભાગ રહેશે તે કાઢી નાંખવો.મસૂરની દાળ અને ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી સવારે વાટી લેવી. તેમાં ગાજરનું છીણ, મીઠું, મરચું, હળદર, ખાંડ, લીંબુનો રસ, વાટેલાં આદું-મરચાં, 1 ચમચો તલ અને તેલનું મોણ નાંખી, વીંટા વાળી, વરાળથી બાફી લેવાં. બફાઈ જાય એઠલે ઉતારી, ઠંડા પડ દેવાં, પછી તેના કટકા કરી, તેલમાં રાઈ, હિંગ, 1 ચમચો તલ અને લીલાં મરચાંના કટકા નાંખી, વઘારવાં, સાધારણ રતાશ પડતાં થાય એટલે કોપરાનું ખમણ અને ખસખસ નાંખી, ઉતારી લીલા ધાણા ભભરાવવા.