Method - રીત
મેથીની ભાજી અને લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ, નિતારી, અંદર ચણાનો અને કણકી કોરમાનો લોટ ભેળવવો. તેમાં મીઠું, મરચું, હળદર, ખાંડ, દહીં, તેલ, વાટેલાં અાદું-મરચાં, વાટેલું લસણ અને તેલનું મૂઠી પડતું મોણ નાંખી, કઠણ કણક બાંધવી. અથાણાનું તેલ હોય તો એક ચમચો નાંખવું. પછી પેણીમાં તેલ મૂકી ગરમ થાય એટલે થોડી હિંગ નાંખી નાનાં મૂઠિયાં બનાવી અંદર મૂકવા. ઢાંકણ કાંઢી, તાપ ધીમો રાખવો. અંદરથી સિઝાઈને રતાશ પડતા થાય એટલે ઉતારી લેવાં.
અા રીતે લૂ્ણીની ભાજી, પાલકની ભાજી વગેરેના મૂઠિયાં બનાવી શકાય. મેથીની ભાજીનાં મૂઠિયાં બાફી, વઘારીને પણ બનાવી શકાય.