Method - રીત
એક તપેલીમાં ઘી મૂકી, તજ, લવિંગ અને મીઠા લીમડાનાં પાનનો વઘાર કરી, તેમાં ડુંગળીનું કચુંબર નાંખવું. બદામી રંગ થાય એટલે લીલા વટાણા નાંખી સાંતળવા. પછી તેમાં ફ્લાવરના ફૂલના કટકા, છોલેલા બટાકાના કટકા અને ચોખાને ધોઈને સાધારણ સાંતળી, પ્રમાણસર પાણી નાંખવું. (વટાણા પીળાશ પડતા અને સાધારણ સુકાયેલા હોય તો પહેલાં બાફી લેવાં.) તેમાં મીઠું અને હળદર નાંખવાં. એક-બે ઊભરા અાવે એટલે તાપ એકદમ ધીમો કરી દેવો. ભાત બફાય અને થોડું પાણી રહે એટલે તેમાં સૂકો ગરમ મસાલો, ખાંડ, વાટેલાં અાદું-મરચાં, નાળિયેરનું ખમણ, કાજુના કટકા, દ્રાક્ષ અને ટામેટાંના નાના કટકા કરી, ઉપર ગોઠવી, સીઝવા મૂકવો. બરાબર સિઝાઈને ખીલી જાય અને છૂટો થાય એટલે ઉતારી, લીંબુનો રસ, નાળિયેરનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા