Method - રીત
બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. વટાણાને બાફી અધકચરો ભૂકો કરવો. એક પેણીમાં થોડું તેલ મૂકી, તેમાં તજ-લવિંગનો વઘાર કરી બટાકા-વટાણાનો માવો સાંતળવો. તેમાં મીઠું, વાટેલાં અાદું-મરચાં, ગરમ મસાલો, ધાણાજીરું, ખાંડ, અનારદાણા અને કોપરાનું ખમણ નાંખી, હલાવી ઉતારી લેવું. તેમાં વાટેલું લસણ અને લીલા ધાણા નાંખી પૂરણ તૈયાર કરવું.
150 ગ્રામ ઘીને ફ્રીજમાં 1 કલાક રહેવા દેવું. પછી ફીણી તૈયાર કરવું.
મેંદાના લોટમાં મીઠું નાંખી, ચાળી લેવો. તેમાં ગરમ ઘીનું મોણ નાંખી, કણક બાંધી, ભીનું કપડું ઢાંકી કણક અડધો કલાક રહેવા દેવી. પછી લંબચોરસ પૂરી વણવી. તેના ચાર કટકા કરવા. તેના ઉપર ફ્રિજનું ફીણેલું ઘી લગાડવું. પહેલા કટકાનો રોલ કરી, બીજા કટકામાં ગોઠવી તેનો રોલ કરવો. એ જ રીતે ત્રીજા કટકાને ચોથામાં મૂકી રોલ કરવો. અાવી રીતે બધા રોલ કરી, ઘી અને મેંદો લગાડેલી ટ્રેમાં ગોઠવી, તેના ઉપર બીજી ઘી-મેંદો લગાડલી ટ્રે ઢાંકી, ઉપર વજન મૂકી, ભીનો કટકો ઢાંકી 1 કલાક રહેવા દેવું. પછી કણકમાંથી લંબચોરસ પૂરી વણી, તેના ચાર કટકા કાપવા. એક કટકા ઉપર પૂરણ મૂકી, બીજો કટકો ઢાંકી, બરાબર ચોંટાડી દેવો. નીકળી જાય નહિ, પછી બેકિંગ ટ્રેને ઘી લગાડી, ઉપર મેંદો છાંટી પફ મૂકવા. 4000 ફે. તાપે પ્રિહીટેડ ઓવનમાં બદામી રંગના શેક લેવા. પડ સરસ, કડક પતરીવાળું થાય એટલે ઢાંકી, ટોમેટો સોસ સાથે ગરમ પીરસવા.