Method - રીત
વટાણાને મીક્ચરમાં ક્રશ કરી જાડો ભૂકો બનાવવો. બટાકાને બાફી, છોલી, ખૂબ ઝીણી કટકી કરવી. એક વાસણમાં થોડું તેલ મૂકી, તજ-લવિંગનો વઘાર કરી, વટાણાનો ભૂકો નાખવો. તાપ ધીમો રાખી, ઢાંકણ ઢાંકવું. વટાણા બફાય એટલે બટાકા, મીઠું, મરચું, ખાંડ અને ગરમ મસાલો નાંખી, હલાવી ઉતારી લેવું. તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા.
પાપડ ઉપર પાણી રેડી, નરમ થાય એટલે તેના બે કટકા કરવા. તેના ઉપર વાટેલો લીલો મસાલો ચોપડવો. તેમાંથી એક કટકો લઈ બીડુૂં વાળી, વટાણાનો મસાલો ભરી, ત્રિકોણ અાકારે વાળવો. અાજુબાજુની કીનાર મેંદામાં પાણી નાંખી, પાતળું ખીરું લહી જેવું બનાવી તેનાથી ચોંટાડી દેવી. પછી તેલમાં સમોસાં તળી લેવા. લસણની લીલી ચટણી સાથે પીરસવા