Method - રીત
ટામેટાના પલ્પમાં મીઠું, લાલ મરચું, ખાંડ નાંખી, ગરમ કરી, ઉતારી, તેમાં વાટેસું લગણ નાંખી સૉસ તૈયારકરવો.
તુવેરના લીલવાને વાટી લેવા. બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. એક વાસણણાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી, વટાણાનો ભૂકો વગારવો. તેમાં મીઠું નાંખી, ધીમા તાપે ચઢવા દેવો. બફાય એટલે તેમાં બટાકાનો માવો, વાટેલા આદું-મરચાં તલ, કોપરાનું ખમણ, ખાંડ, તજ-લવિંગ-મરી-જીરુંનો ભૂકો નાંખી, હલાવી ઉતારી લેવું. પછી તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી, બરાબર મસળી પૂરણ તૈયાર કરવું.
દહીંને પડામાં બાંધી રાખવું. બધું પાણી નીતરી જાય એટલે કપડામાંથી ગકાઢી, તેમાં મીઠું અને ખાંડ નાંખી, વલોવી, મસ્કો તૈયાર કરવો. કેપ્સીકમની બારીક કતરી કરવી. અખરોટના બારીક કટકા કરવા.
બ્રેડની એક સ્લાઈસ લઈ તેના ઉપર ટામેટાનો સોસ લગાડવો. તેના ઉપર લીલવા-બટાકાનો માવો મૂકવો. પછી તેના ઉપર બ્રેડની એક સ્લાઈસ મૂકવી. તેના ઉપર તૈયાર કરેલી ચટણી લગાડવી. તેના ઉપર ફરી એક બ્રેડની સ્લાઈસ મૂકવી. હાથથી બરાબર ત્રણ સ્લાઈસ ભેગી દબાવી દેવી. જેથી મસાલો ચોંટી જાય, પછી તવા ઉપર માખણ મૂકી, સેન્ડવિચ બન્ને બાજુ તળી લેવી. સેન્ડવિચ તદ્દન ઠંડી થઈ જાય એટલે તેના ઉપર છરીથી મસ્કો બરાબર લગાડી દેવો. તેના ઉપર કેપ્સીકમની કાતરી અને અખરોટના કટકાથી સજાવટ કરવી.