Method - રીત
ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે કરકરી વાટી લેવી. ડુંગળીને બારીક સમારવી. પછી બન્ને ભેગાં કરી, તેમાં ચણાનો લોટ, મીઠું, મરચું, હળદર, વાટેલા આદું-મરચાં અને તેલનું મોણ નાંખી, કઠણ કણક (ઢેબરા જેવી) બાંધવી. હાથ ઉપર દૂધ લગાડી, નાનાં વડાં થાપી, પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તળી લેવી. હાથ ઉપર થાપવાને બદલે અાડણી ઉપર ભીનો રુમાલ પાથરીને બનાવી શકાય.